રાકેશ રાજદેવ પરિવાર

અવિરત દાન દ્વારા સમાજના કલ્યાણ માટે સતત લડી રહ્યા છે
“માનવતાની સેવા કરવા જેવુ કોઈ કાર્ય નથી” અને ભારતની પશ્ચિમે રહેતા પરિવારે આ વિધાન યથાર્થ કર્યું છે.
rakesh rajdev (રાકેશ રાજદેવ) family
પરિવારના અગ્રણી:
આ પરિવારના અગ્રણી એક નમ્ર વ્યક્તિ છે, તેમની ઉદારતા અને અવિરત પ્રયત્નોથી પોતાના સમાજના પીડિત અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને તેમના પરિવારોના ભલા માટે શ્રી રાકેશ રાજદેવજી સતત પ્રયત્નશીલ છે, કે જેઓ દુબઈ સ્થિત કંપનીઓના માલિક પણ છે. APM Intl DMCC: આ એક એવી જગ્યા છે કે જ્યાં સપ્લાયર્સ અને ટ્રેડર્સ ઉચ્ચ ગુણવત્તાના દરે શ્રેષ્ઠ સોના/ચાંદીનું બુલિયન મેળવી શકે છે. APM Capital: સ્થિરતા અને મજબૂત વિશ્વાસના કારણે જ આ કંપની ઇન્ટરનેશલ ટ્રેડિંગ વર્લ્ડમાં ટોચ પર છે.

APM Bullion: Physical Gold and Silver bullion trading company located in Dubai

Courtyard by Marriott: રાકેશ રાજદેવ એ દુનિયાની પ્રખ્યાત હોટલ ચૈન મેરિઓટ સાથે પાર્ટનરશીપમાં જ્યોર્જિયાના બતૂમી શહેરમાં Courtyard by Marriott, Batumi નુ ઉદ્ઘાટન કર્યું

Rakesh Rajdev (રાકેશ રાજદેવ) Family

શ્રી રાકેશ રાજદેવ એ રાજદેવ પરિવારના અગ્રણી છે. તેમના પરિવારમાં તેમની માતા, તેમની જીવનસાથી અને બે બાળકો છે. આખો પરિવાર પરોપકારી અને વારસાગત દયભાવનાવાળો છે. શ્રી રાકેશ રાજદેવજીના માતૃશ્રી વિમળાબેન રાજદેવે તેમણે ખૂબ જ લાડકોડથી ઉછેર્યા છે અને તેમને માનવતાનું કલ્યાણ કરવા માટેના શ્રેષ્ઠ સંસ્કારો આપ્યા છે.

તેમના બાળકો પણ તેમણે ચીંધેલા માર્ગ પર ચાલે છે. તેઓ જરૂરિયાતમંદ લોકો માટે અને ગરીબો માટે શક્ય તેટલી મદદ કરવાનો પ્રયત્ન કરે છે. “કોઈ ભૂખ્યું ઊંઘશે નહીં” ના સૂત્ર હેઠળ તેમના પરિવાર દ્વારા લેવાયેલ એક પ્રેરણાદાયક પગલું છે, અને રાષ્ટ્રીય સ્તરે આ કાર્યોની નોંધ લેવામાં આવી રહી છે.

સ્વ. શ્રી પ્રતાપરાય રાજદેવ – શ્રી રાકેશ રાજદેવજીના પિતા એ આ પરિવારના રત્ન હતા. તેઓ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં પરોપકારી માણસ તરીકે સુવિખ્યાત હતા. તેઓએ સમાજનું કલ્યાણ કરવાની અને બીજા લોકો માટે જીવન જીવવાની એક અનોખી પહેલ કરી હતી. પછીથી તેમના બાળકોને પણ આ જ રીતે ઉછેર કરવામાં આવ્યો હતો. તેમણે આખું જીવન તેમના સમાજના ગરીબ અને લાયક પરિવારોની મદદ કરી. પોતાનું જીવન સેવભાવથી ભરપૂર સમર્પિત કર્યું અને ૧૯૯૬માં તેમનું અવસાન થયું. તેમના આ મહાન મિશનને આગળ ધપાવવા માટે શ્રી રાકેશ રાજદેવે એક સમાજ કલ્યાણની સંસ્થા-કાનુડા મિત્ર મંડળનો પાયો નાખ્યો હતો, જેથી સ્વ.પ્રતાપરાય રાજદેવજીની સેવા કરવાની સાચી ભાવના કાયમ માટે જીવંત રહે.

શ્રીમતી રૂપલબેન રાકેશ રાજદેવ – શ્રી રાકેશ રાજદેવની પત્ની, આ મહાન પરિવારના એક સભ્ય છે. તેઓ વ્યવસાયકારી મહિલા છે અને સામાજિક કાર્યમાં તેમના પતિની હરહંમેશ તેમની સાથે હોય છે. વર્કિંગ લેડી હોવાની સાથે સાથે તેઓ ભારતની બે હાઇ પ્રોફાઇલ કંપનીઓની ડાયરેક્ટર પણ છે. તેમના ટ્રેડિંગ બિઝનેસની સાથે તેઓ સમાજની ખામીઓ પર પણ વિચાર કરે છે.

તેમના પતિની જેમ શ્રીમતી રૂપલબેન પણ વાંચીતોની મદદ કરવા માટે હમેશા તૈયાર હોય છે. તેઓએ સમાજના દબાયેલા અને પીડિત લોકોને મદદ કરવાનું બીડું ઝડપ્યું છે. તેઓ તેમના પતિ સાથે દાન અને કલ્યાણની પ્રવૃત્તિઓમાં સતત રોકાયેલા રહે છે. તેમના ઉમદા કાર્યોને લીધે તેણીને ભારતની સૌથી પ્રેરણાદાયી મહિલાઓમાંની એક માનવામાં આવે છે.

અમે શું કર્યું?

અમને મળેલ વારસાનું અન્વેષણ

ભારતમાં ઉદરતાના પ્રતિક હોવાને લીધે, રાજદેવ પરિવારે મોટી પહેલ કરીને સમાજના કચડાયેલા અને પીડિત લોકોના ઉત્થાન માટે બીડું હાથ ધર્યું છે.

રોમા ક્રિસ્ટો હોટલ

શ્રી રાકેશ રાજદેવ ભારતમાં આવેલ દ્વારકામાં ”રોમા ક્રિસ્ટો હોટલ” નામની થ્રી સ્ટાર હોટલ ચલાવે છે. આ હોટલ પશ્ચિમ ભારતના ઉચ્ચ વર્ગો માટે રહેવા અને ગેટ ટુ ગેધર કરવા માટેનું ટોચનું સ્થળ માનવામાં આવે છે. અલગ-અલગ સ્વાદિષ્ટ અને લિજ્જતદાર ડિશિઝ આ હોટલના સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. અને બીજી બાજુ આ હોટલમાં વ્હાઇટ-કોલર લોકોનું પણ ધ્યાન રખાય છે. જેથી તેઓ તેમના હ્રદયના ભાવ ભોજનમાં ઉમેરે અને ભોજન સ્વાદિષ્ટ બને.

કાનુડા મિત્ર મંડળ

તેમના સ્વર્ગસ્થ પિતાજીની પ્રેરણાથી શ્રી રાકેશ રાજદેવજીએ રાજકોટમાં સમાજ કલ્યાણની સંસ્થાનો પાયો નાખ્યો. આ સંસ્થા ગરીબ અને અત્યંત જરૂરિયાતવાળા વ્યક્તિઓને આ બધી સમસ્યાઓનો સામનો કરવામાં મદદરૂપ થાય છે.

લાયક વિદ્યાર્થીઓ કે જેઓ ગરીબ પરિવારોમાંથી આવે છે તેઓને તેમનું અધૂરું શિક્ષણ પૂરું કરવા માટે બેગ્સ, લંચ બોકસીસ, નોટબૂક્સ અને ઘણી બધી સ્ટેશનરીની વસ્તુઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સમાજના દરેક પાસાઓને અહીં હાઇલાઇટ કરાય છે, અને શક્ય હોય તેટલી સહાય આપવામાં આવે છે.

અવિરત દાન

કોરોના મહામરીનો કપરો સમય આગાહી ન કરી શકાય તેવો હતો. આગળ શું થશે તેની કોઈને જાણ ન હતી. તે સમયમાં ટકી રહેવું એ પણ અઘરું જણાઈ રહ્યું હતું. પરંતુ રાજદેવ પરિવાર તે સમયમાં ધ્રુવના તારા તરીકે ઊભરી આવ્યો. શ્રીમાન રાકેશ રાજદેવ દુઃખ સહન કરી રહેલા લોકો માટે આર્થિક સંકડામણના સમયમાં ફરિશ્તા બન્યા હતા.

ખાસ કરીને મજૂર વર્ગના લોકોને ફૂડ પેકેજીસ અને સેનિટાઈઝિંગ મટિરિયલ પહોંચાડવામાં આવ્યું હતું. હોસ્પિટલ્સ અને મેડિકલ કોમ્પ્લેક્સિસ માટે પથારીઓ, ટેસ્ટિંગ કીટ્સ, સેનીટાઇઝર્સ અને ઘણા બધા તબીબી સાધનો આપવામાં આવ્યા હતા. આમ, આ રીતે કોઈ પણ ક્ષેત્રને સહાય વગર નહોતું રખાયું.